કોલકત્તાઃ સ્વાસ્થ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર શ્વાસ લેવાની તકલીફથી પીડાઈ રહેલા 71 વર્ષીય આ વ્યક્તિનું કોલકતાના રાજા રામમોહનરાય સરાની વિસ્તારમાં તેમના ઘરે સોમવારે મૃત્યુ થઈ ગયું હતું. જે ડોક્ટર પાસે તેઓ સોમવારે દેખાડવા ગયા હતા, તેમણે દર્દીને કોરોના વાઇરસનો રિપોર્ટ કરાવવા કહ્યું હતું. પરિવારના સદસ્યએ કહ્યું કે, ઘરે પરત ફર્યા બાદ તેમનું સ્વાસ્થય વધું બગડતું ગયું અને બપોરે તેમનું મૃત્યુ નિપજ્યુ થયું હતું.
કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો મૃતદેહને 48 કલાક સુધી ફ્રીઝરમાં રાખવો પડ્યો
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા દર્દીને દફનાવવામાં માટે અધિકારીઓએ કોઈ મદદ ન કરતા પરિવારને મૃતદેહને 48 કાલક સુધી ફ્રીઝરમાં રાખવો પડ્યો
પરિવારના સદસ્ય અનુસાર જાણકારી મળતા સંબંધિત ડૉક્ટર પીપીઈ કીટ પહેરી તે વ્યક્તિના ઘરે ગયા પરંતુ તેમણે કોવિડ-19નો મામલો છે તેમ કહી મૃત્યુ પ્રમાણપત્ર આપ્યું નહીં. પોલીસે પરિવારને સ્થાનીય કાઉન્સિલરનો સંપર્ક કરવા કહ્યું, પરંતુ ત્યાં પણ પરિવારને કોઈ મદદ ન મળી અને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરતા ત્યાં પણ કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ પરિવારે અનેક મુર્દા ઘરના સંપર્ક કર્યા છતા ત્યાં પણ કોઈ જ મદદ મળી નહીં.
પરિવારે અંતિમ સંસ્કાર સુધી મૃતદેહને ફ્રીઝરમાં રાખી રાહ જોઈ. દર્દીનો રિપોર્ટ મંગળવારે આવ્યો હતો જેમાં કોવિડ-19 પોઝિટિવની પુષ્ટિ થઈ હતી. બુધવારે પરિવારને સ્વાસ્થ્ય વિભાગનો ફોન આવ્યો ત્યારે તેઓએ સંપૂર્ણ વાત કહી, પછી કોલકત્તા નગર નિગમના લોકો આવી મૃતદેહને લઈ ગયાં હતાં