ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉર્મિલા માંતોડકર પર અભદ્ર ટિપ્પણી કરનારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ - Arrested

પૂણે: બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરનાર વ્યકિત વિરૂદ્ધ પૂણે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

pune

By

Published : May 28, 2019, 10:10 AM IST

Updated : May 28, 2019, 10:53 AM IST

આ બાબતે પોલીસે જણાવ્યું કે, આપત્તિજનક પોસ્ટ કરવા બદલ ધનંજય કુદતારકર વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધનંજય પૂણેનો રહેવાસી છે.

વિશ્રામબાગ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પરથી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર વિરૂદ્ધ અશ્લિલ પોસ્ટ કરી હતી.

તેમણે જણાવ્યું કે, ધનંજય વિરુદ્ધ IT અધિનીયમ અને IPC સંબંધિત કલમો દાખલ કરીને કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે અત્યાર સુધી ધનંજયની ધરપકડ નથી કરવામાં આવી અને કેસની તપાસ ચાલી રહી છે.

Last Updated : May 28, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details