કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરી કહ્યું કે અર્જુન સિંહને જીવને જોખમ છે. તેનું એન્કાઉન્ટર પણ થઇ શકે છે. જો અર્જુન સિંહને કંઇ પણ થયું તો તેના માટે મુખ્યપ્રધાન મમતા બેનર્જી જવાબદાર છે.
બંગાળમાં BJP નેતાનુ થઇ શકે છે એન્કાઉન્ટર, દીદી હશે તેના જવાબદાર: કૈલાશ વિજયવર્ગીય - BAIRAKPUR
ન્યુ દિલ્હી: ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયે પશ્રિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેઓએ પશ્ચિમ બંગાળના ભાજપા ઉમેદવાર અર્જુન સિંહના જીવને જોખમ છે તેવુ જણાવ્યું હતુ.
બંગાળમાં BJP નેતાનુ થઇ શકે છે એન્કાઉન્ટર, દીદી હશે તેના જવાબદાર: કૈલાશ વિજયવર્ગીય
ઉલ્લેખનિય છે કે મમતા બેનર્જીએ પોલિસ કમિશ્નર સુનીલ ચૌધરીને બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિંસા જોવા મળી હતી. પાંચમાં તબક્કામાં મતદાન સમયે પશ્ચિમ બંગાળના બૈરકપુરથી ભાજપા ઉમેદવાર અર્જુન સિંહ સાથે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારપીટ કરી હતી.