મમતાએ કહ્યું હતું કે, એડોલ્ફ હિટલર જો જીવતો હોત તો મોદીની ગતિવિધિઓ જોઈ પોતે પણ આત્મહત્યા કરી લેત.
મમતાએ અહીં કોંગ્રેસ પાર્ટી પર પણ અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની કમજોરીના કારણે ભાજપ મજબૂત થઈ. કોંગ્રેસ ભાજપની સામે બરાબરની ટક્કર આપી ન શકી.
તેમણે લોકસભા 2019 માટે કહ્યું કે, કેન્દ્ર રાહુલ એકલા સરકાર નહીં બનાવી શકે. જો તેમને સત્તામાં આવવુ હશે તો બીજાની મદદ લેવી જ પડશે.
મમતાએ વધુમાં કહ્યું હતું કે, દરેક રાજ્યમાં મોદીને હટાવા માટે એક ગઠબંધન કરવામાં આવ્યું છે.
જો એક વાર મોદી સત્તામાંથી બહાર થઈ જાય તો અમે એક નવા ભારતના નિર્માણ માટે એક થઈને કામ કરીશું.