મમતા બેનર્જીએ બાંગ્લાદેશી સ્ટાર પ્રચારક સાથે પ્રચાર કર્યો, ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો - election campaining
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં બાંગ્લાદેશના એક અભિનેતા દ્વારા કથિત રીતે ચૂંટણીમાં પ્રચાર કરવાને લઈ મંગળવારે કલકત્તાના વિદેશી સ્થાનિક રજીસ્ટ્રેશન અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એક જાણકારી મુજબ રાયગંઝમાં તૃણમૂલના ઉમેદવાર માટે ભારતીય અભિનેતાઓની સાથે બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌશ અહમદે પણ ઉમેદવાર કનૈયાલાલ અગ્રવાલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

ians
આ અંગે ગૃહ મંત્રાલય તરફથી વિસ્તૃતમાં અહેવાલ મંગાવવામાં આવ્યો છે. અહીં એવો પણ આરોપ છે કે, આ બાંગ્લાદેશી અભિનેતાએ વિઝા વગર આવી પ્રચાર કર્યો હતો. જાણવા મળ્યું છે કે, અહમદ બિઝનેસ વિઝા પર ભારત આવતો હોય છે. કથિત રીતે આ બાંગ્લાદેશી કલાકાર અગ્રવાલની રેલીમાં હેમતાબાદ અને કરાંદિધીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.