ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી: મહિલા મતદાતાઓ માટે ઉભા કરવામાં આવશે પિંક બુથ

ગુરૂગ્રામ: દેશમાં નવી નવી પહેલ થતી હોય છે ત્યારે દેશમાં ચૂંટણીમાં મહિલાઓને મતદારમથક લઇ આવવા સુધી પિંક બૂથ બનાવવામાં આવશે તેવી સરકાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર ગુરૂગ્રામ લોકસભામાં આવા 10 મતદાન મથક તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેથી વધુમાં વધુ મહિલા મતદારોને બુથ સુધી લઇ આવી શકાય.

By

Published : Mar 28, 2019, 2:32 AM IST

સ્પોટ ફોટો

દેશમાં ચૂંટણી જીતવા તમામ ઉમેદવારો અને પાર્ટિઓ એકજુઠ થઇ કામગીરી કરી રહી છે. ચૂંટણી કમિશન પણ એ પ્રયત્નમાં છે કે સૌથી વધારે મતદાતા મત આપી અને દેશ માટે વડાપ્રધાન ચૂંટે.

ચૂંટણી કમિશન તરફથી લોકોને જાગૃત કરવા નવી નવી પહેલો કમિશન તરફથી અપનાવવામાં આવતી હોય છે. જેને લઇને એવી આશા સેવાઇ રહી છે કે પિંક બૂથને લઇને મહિલા મતદારોને વધારેમાં વધારે મત માટે આકર્ષિત કરવામાં આવશે.

ગુરૂગ્રામ નાયબ કમિશનર અમિક ખત્રી બકૌલ પિંક બૂથો પર મહિલા કર્મચારી અને અધિકારીઓને ટ્રેનિંગની સાથે તેની ફરજ નક્કી કરવા માટે તંત્ર એક જુટ થયુ છે, જેથી પિંક બૂથો પર કોઇ પણ પ્રકારની કમી ન આવે.

ABOUT THE AUTHOR

...view details