લાઈન ઓફ કન્ટ્રોલ(LOC)ની નજીક શક્તિશાળી ઈપ્રોવાઈસ્ડ એક્સપ્લોઈડ ડિવાઈસ(IED)ની જાણકારી સેનાને મળી હતી. જે જથ્થાને સેનાના બોમ્બ સ્કોડ દ્વારા ડિસ્પોસ કરવામા આવ્યો હતો. આ સાથે જ મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ કરવામાં ભારતીય સેનાએ સફળતા મેળવી હતી.
સેનાએ LOC પાસે IED નિષ્ક્રિય કર્યું, આતંકી હુમલાને બનાવ્યો અસફળ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં LOC પાસે શક્તિશાળી ઈપ્રોવાઈસ્ડ એક્સપ્લોઈડ ડિવાઈસ (IED)ની જાણકારી સેનાને સમયસર મળી જવાથી મોટા આતંકી હુમલાનું સંકટ ટળ્યું હતું.
major terror strike averted with detection of ied along loc in jk
સંરક્ષણ પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ,આતંકીઓ દ્વારા IEDને કેરી સેક્ટરમાં લગાવવામાં આવ્યું હતું. જે બાદ તેને બોમ્બ સ્કોડ દ્રારા નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.
સેનાની એક પેટ્રોલિંગ કરતી ટુકડીને સાંજે 4 વાગે IEDની જાણકારી મળી હતી. તે બાદ તાત્કાલીક ધોરણે વિસ્તાર ખાલી કરાયા બાદ વિસ્ફોટકને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.