ભારતના અન્ય ભાગોમાં ખેતીની સમસ્યાઓ, ખાદ્યપદાર્થોના વધતા જતાં ભાવ અને વધતી જતી બેરોજગારી મહારાષ્ટ્ર અને હરિયાણામાં મુખ્ય મુદ્દા તરીકે ઉભરીને સામે આવ્યા હતાં. પરિણામ પર નજર કરીએ તો એન્ટી-ઇન્કમ્બંસી સેન્ટિમેન્ટ તથા તમામ વચનો માટે તેમના 'અચ્છે દિન'ને પૂર્ણ કરવામાં અસમર્થ હોવાની ભાવના હવે મતદારોમાં પ્રવેશી હતી.
આ તમામ વાસ્તવિક મુદ્દાઓ પર મતદારોના ગુસ્સાને બેઅસર કરવા માટે શાસક પક્ષ ભાજપે ભારે જોર લગાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્રતિસ્પર્ધી કોંગ્રેસ-એનસીપીમાં પણ હંગામો જોવા મળી રહ્યો હતો. જ્યારે આવી જ રીતે
હરિયાણામાં પણ ભાજપ વિરોધી પક્ષોમાં આંતરિક વિખવાદ મતદારોને મૂંઝવણમાં મુક્યા હતાં.
આ સાથે ભાજપે આર્ટિકલ 370ને ખતમ કરવી અને એનઆરસી પર ભાર મૂક્યો હતો. જેનો હેતુ (મુસ્લિમ) ઘુસણખોરોને દેશનિકાલ કરવાનો છે. તે પછી, 20 ઓક્ટોબરે, મતદાનના બરાબર એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ LOC પર પાકિસ્તાનની ગોળીબારનો જોરદાર પ્રત્યાઘાત આપ્યો હતો, જેને લઈ મતદારોમાં પણ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા થવા લાગી હતી.
જો કે, ભાજપની આ વ્યૂહરચના કામ કરી ગઈ હતી. પરંતુ, સંપૂર્ણ રીતે નહીં. જોકે ભાજપ+ શિવસેનાએ 161 બેઠકો જીતી હતી. પરંતુ, ભાજપનો આંકડો 2014માં 122થી ઘટીને, હવે 105 થઈ ગયો છે. હરિયાણામાં ભાજપ એકમાત્ર મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં જાદુઈ આંકડાથી દૂર રહી ગઈ છે. 2014ની સરખામણીએ આ વખતે ઘટીને 40 સીટ પર આવી ગઈ છે.
અંતિમ પરિણામો જોતા આગામી સમયમાં ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા વધારવાની સાવધાની અને આગામી રાજ્યોની ચૂંટણીઓમાં સાંપ્રદાયિક રીતે ધ્રુવીકરણના મુદ્દાઓ પર ધ્યાન આપવાને લઈ ચેતવે છે. કેમ કે, આગામી સમયમાં ઝારખંડ અને ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં પણ ચૂંટણી યોજાવાની છે.
ભાજપના કાર્યકરો અને નેતાઓ હાલ તો મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોની ઉજવણી કરવામાં વ્યસ્ત છે. ત્યારે, પરિણામોથી વિપક્ષમાં પણ ઉત્સાહનો માહોલ છે. મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી પક્ષો હાલ તો થોડા નરમ છે, પણ તેમની તાકાત આ ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક દેખાઈ આવી છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં એનડીએને મહારાષ્ટ્રમાં 3૧.3% અને હરિયાણામાં 58.3% મત મળ્યા હતાં. જેના કારણે વિરોધી પક્ષમાં પણ ચિંતાનો માહોલ હતો. પરંતુ, તેઓ ભાજપ સાથે કાંટાની ટક્કર આપવા માટે ફરી એક તૈયાર થઈ ગયા હતાં. તેમ છતાં તેઓ મહારાષ્ટ્ર અથવા હરિયાણામાં આગામી સરકારની રચના કરી શકશે નહીં, જો કે, આ ચૂંટણીમાં વિપક્ષની કામગીરી ઊડીને આંખે વળગે તેવી હતી, પણ જો તેઓ સાથી મળી ચૂંટણી લડે તો વધુ સારી રીતે ભાજપને ટક્કર આપી શક્યા હોત !
હરિયાણામાં કોંગ્રેસના પ્રભાવશાળી પ્રદર્શન જોતા એટલું તો ચોક્કસ કહી શકીએ કે, ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પાર્ટીએ સમાજના તમામ વર્ગમાં તેની હાજરી ટકાવી રાખી છે. ભાજપના મોટા માથાઓને ટક્કર આપી શકે તેવા કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની ઓળખ ફક્ત જાટ નેતા તરીકે થઈ છે. તેમ છતાં પણ કોંગ્રેસે 31 બેઠકો જીતી લીધી હતી. હરિયાણામાં જાટકાર્ડ રમી, ભાજપ મોટાભાગની બેઠકો પર તમામ બિનજાટ જાતિઓને એકીકૃત કરી શક્યો નહીં. અનેક બિનજાટ જાતિઓએ કોંગ્રેસ અને ભાજપ કરતાં વધુ સારા વિકલ્પ મળ્યો હોવાની પણ અસર દેખાઈ રહી છે.
પરંતુ, વધુ મહત્ત્વની વાત તો એ છે કે, હરિયાણામાં કોંગ્રેસનો સારો દેખાવ જોવા મળ્યો છે. જો કે, પાર્ટી હાઈકમાન પણ હરિયાણામાં મોટે ભાગે ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતાં. સોનિયા ગાંધી હરિયાણાના મહેન્દ્રગઢમાં એક રેલીને સંબોધન કરવાના હતાં, તે પણ છેલ્લી ઘડીએ રદ થઈ હતી. જો કે, રાહુલ ગાંધીએ હરિયાણામાં માત્ર 2 રેલીઓને સંબોધન કર્યું હતું. તે જ રીતે, રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં માત્ર 5 રેલીઓને સંબોધન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહાસચિવ બન્યા પછી 2019ની સામાન્ય ચૂંટણીઓમાં સારી રીતે પ્રચાર કર્યો હતો. પરંતુ, આ 2 રાજ્યોની ચૂંટણીમાં તે પણ પ્રચારથી દૂર રહ્યા હતાં.