મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવણીસે CM પદેથી રાજીનામુ આપ્યુ છે. ચૂંટણી પરિણામોમાં એક પણ પક્ષને બહુમતિ પ્રાપ્ત નથી થઈ. પરિણામોમાં ભાજપનું નબળુ પ્રદર્શન અને બાદમાં શિવસેનાએ ચૂંટમી પહેલા નક્કી કર્યા મુજબ 50-50ની ફોર્મ્યુલાની માંગણી કરતા બંને પક્ષો વચ્ચે સરકાર બનાવવા મુદ્દે વિક્ષેપ ઉભો થયો હતો. હવે આગામી કલાકો પર લોકોનું ધ્યાન મંડરાયેલુ છે કારણ કે રાજ્યપાલ શું નિર્ણય લે છે, તે જાણવુ રસપ્રદ બની રહેશે, ઉપરાંત મહારાષ્ટ્રમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાશે તે પણ આગામી સમયમાં જાણવા મળશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાને 16 દિવસ બાદ પણ સત્તાની મડાગાંઠ ઉકેલાઈ નથી. 9 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે. આ જ કારણથી શનિવાર સુધીનો સમય મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનો માનવામાં આવે છે. આજે રાજ્યપાલ સૌથી મોટી પાર્ટી જેની બેઠકો વિધાનસભામાં વધારે છે. તેને સરકાર બનાવવા આંમત્રણ આપી શકે છે.