સામાન્યા નાગરિકો પર મોંઘવારીનો માર
કિમતમાં વધારો થતાં સામાન્ય લોકો પર ખરચનો બોજ વધ્યો છે.આ અંગે ગૃહિણીઓ સાથે ઈટીવી ભારતે વાત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને આવી પરિસ્થિતીમાં ઘર ચલાવવું અતિ મુશ્કેલ થઈ પડે છે.શાકભાજી, દૂધ, દાળ તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે,એવામાં સિલેંડરના ભાવમાં વધારો થતાં લોકોને જીવવું મુશ્કેલ થઈ રહ્યુ છે. એક સાથે 15 રુપિયાનો વધારો અસહ્ય છે.
રસોડા સુધી પહોંચી મોંઘવારી, રસોઈ ગેસ સિલેંડરમાં 15 રુપિયાનો વધારો
નવી દિલ્હી: આ મહિનાના પહેલી તારીખથી જ સામાન્યા નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓને સબસિડી વગરના રસોઈ ગેસ સિલેંડરમાં 15 રુપિયા અને 50 પૈસાનો વધારો કર્યો છે. જે સિલેંડર અત્યાર સુધી 575 રુપિયામાં મળતો હતો, તે હવે 590 રુપિયામાં મળશે.
file
હાઉસવાઈફના ખર્ચામાં થયો વધારો
હાઉસવાઈફ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, જે રીતે સતત મોંઘવારી વધી રહી છે તે જોતા સામાન્ય લોકો તો પરેશાન થઈ રહ્યા છે. તેમ છતાં પણ જે જરુરી છે તે વસ્તુઓ તો લોકો ખરીદવાના જ છે. એવામાં જો મોંઘવારી વધશે તો સામાન્ય લોકોનું શું થશે. તેથી થોડા પૈસામાં પણ જીવન નિર્વાહ કરવો પડશે.