સંસદીય કાર્ય મંત્રી પ્રલ્લાદ જોશીએ આ અંગે અધ્યક્ષને સદનની કાર્યવાહીને વધારવા માટે વિનંતી કરી હતી, જેથી 20થી વધારે બાકી બિલ પસાર કરી શકાય. ત્યારબાદ બિરલાએ સત્ર લંબાવાની જાહેરાત કરી હતી.
સરકારની ભલામણ બાદ લોકસભાનું સત્ર 7 ઓગષ્ટ સુધી લંબાવ્યું - નવી દિલ્લી
નવી દિલ્લીઃ લોકસભામાં ચાલુ સત્ર દરમિયાન સરકારે લોકસભા અધ્યક્ષને ભલામણ કરી હતી કે, આ સત્રે થોડા સમય માટે લંબાવવામાં આવે. તેથી સરકારે કરેલી ભલામણ બાદ હવે આ સત્ર 7 ઓગષ્ટ સુધી લંબાવામાં આવ્યું છે.
સરકારના વિનંતી પર લોકસભાનું સત્ર 7 ઓગષ્ટ સુધી લંબાયુ
17મી લોકસભાનું પહેલુ સત્ર 17 જૂને સદસ્યોના શપથ લીધા બાદ શરુ થયુ હતું અને હવે 26 જૂલાઇએ તેનુ સમાપન થશે.
ભાજપે સંસદીય દળની બેઠકના બે દિવસ બાદ સરકારની વિનંતી બાદ સંસદની કાર્યવાહીનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકનુ આયોજન 23 જૂલાઈના રોજ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ.જયશંકર પણ જોડાયા હતા.