ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાંચમા તબક્કા માટે 6 વાગ્યા સુધીમાં નોંધાયું કુલ 60.80 ટકા મતદાન

lok sbha election

By

Published : May 6, 2019, 7:59 AM IST

Updated : May 6, 2019, 8:38 PM IST

2019-05-06 20:35:29

6 વાગ્યા સુધીમાં નોંધાયું કુલ 60.80 ટકા મતદાન

2019-05-06 20:31:14

2019-05-06 17:50:25

5 વાગ્યા સુધીનું મતદાન

2019-05-06 15:35:01

3 વાગ્યા સુધીનું 43 ટકા મતદાન, મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યુ મતદાન

2019-05-06 14:38:24

મહેન્દ્રસિંહ ધોનીએ કર્યું મતદાન

2019-05-06 14:38:03

2019-05-06 14:36:07

1 વાગ્યા સુધીમાં કુલ મતદાન 40.56 ટકા, ઝારખંડમાં 45.98 ટકા મતદાન

2019-05-06 14:08:52

1 વાગ્યા સુધીમાં કુલ મતદાન 40.56 ટકા

2019-05-06 12:27:53

મધ્યપ્રદેશના નરસિંગપુરથી અભિનેતા આશુતોષ રાણાએ કર્યુ મતદાન

2019-05-06 12:01:13

11 વાગ્યા સુધીનું મતદાન

11 વાગ્યા સુધીનું મતદાન

બિહાર- 20.74 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીર- 6.09 ટકા મતદાન

મધ્યપ્રદેશ- 25.68 ટકા મતદાન

રાજસ્થાન- 29.32 ટકા મતદાન

ઉત્તરપ્રદેશ- 22.46 ટકા મતદાન

પશ્વિમ બંગાળ- 33.16 ટકા મતદાન

ઝારખંડ- 29.49 ટકા મતદાન

2019-05-06 11:24:54

10 વાગ્યા સુધીનું મતદાન

બિહાર-11.51 ટકા મતદાન

જમ્મુ-કાશ્મીર- 1.36 ટકા મતદાન

મધ્યપ્રદેશ- 13.18 ટકા મતદાન

રાજસ્થાન- 14 ટકા મતદાન

ઉત્તરપ્રદેશ- 9.85 ટકા મતદાન

પશ્વિમ બંગાળ- 16.56 ટકા મતદાન

ઝારખંડ- 13.46 ટકા મતદાન

ટોટલ મતદાનઃ 12.65 ટકા થયું છે.

2019-05-06 10:38:06

બિહારમાં EVM મશીન તોડવાના આરોપમાં 1ની ધરપકડ

બિહારમાં છપરાના મતદાન બૂથ નંબર 131 પર ઇવીએમ મશીન તોડવાના આરોપમાં રણજિત પાસવાન નામના વ્યક્તિની ધરપકડ કરાઇ

2019-05-06 10:01:07

કેન્દ્રીય પ્રધાન જયંત સિન્હાએ મતદાન કર્યુ

કેન્દ્રીય પ્રધાન અને હઝારીબાગના ભાજપના ઉમેદવાર જયંત સિન્હાએ મતદાન કર્યુ. સિંહા કોંગ્રેસના ગોપાલ સાહુ અને CPIના ભુવનેશ્વર પ્રસાદ મહેતા સામે ચૂંટણી લડી રહ્યા છે.

2019-05-06 09:52:36

બંગાળમાં BJP અને TMCના કાર્યકર્તા વચ્ચે મારામારી

પશ્વિમ બંગાળના બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહ પર હુમલો થયાની માહિતી મળી છે.અર્જુન સિંહે આરોપ લગાવ્યો છે કે, TMC કાર્યકર્તાઓએ તેના પર હુમલો કર્યો છે. 

2019-05-06 09:50:30

મતદાન દરમિયાન પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડ બ્લાસ્ટ

લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કાનું મતદાન છે. જેમાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની 14, રાજસ્થાનની 12, પશ્વિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 7 7 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જ્યારે બિહારની 5 અને ઝારખંડની 4 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં લદાખ બેઠક અને અનંતનાગ બેઠક માટે પુલવામા અને શોપિયા જિલ્લામાં મતદાન થઇ રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડથી બ્લાસ્ટ થયો છે. જો કે, આ સીટમાં મતદાન ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ સહિત બે બેઠકમાં મતદાન ચાલી રહ્યું છે, જ્યાં અનંતનાગ બેઠકમાં ત્રણ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે.

2019-05-06 08:42:49

પુલવામામાં મતદાન શરૂ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં અનંતનાગ લોકસભા બેઠક પર મતદાન શરૂ.

2019-05-06 08:22:27

BSPના પ્રમુખ માયાવતીએ કર્યુ મતદાન

BSPના પ્રમુખ માયાવતીએ લખનઉ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. 

2019-05-06 07:57:55

રાજનાથ સિંહે મતદાન કર્યુ.

ગૃહ પ્રધાન અને લખનઉ બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે મતદાન કર્યુ. 

2019-05-06 07:55:55

કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે કર્યુ મતદાન

કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને તેમની પત્ની ગાયત્રી રાઠોડે જયપુરમાં મતદાન કર્યુ.

2019-05-06 07:43:54

LIVE: પાંચમાં તબક્કાની 51 બેઠકો પર મતદાન શરૂ

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થશે. જેમાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થશે. જેમાં ઉત્તર પ્રદેશની 14, રાજસ્થાનની 12, પશ્વિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 7 7 બેઠકો પર મતદાન થશે. જ્યારે બિહારની 5 અને ઝારખંડની 4 બેઠકો પર મતદાન થશે. જમ્મુ કાશ્મીરમાં લદાખ બેઠક અને અનંતનાગ બેઠક માટે પુલવામા અને શોપિયા જિલ્લામાં મતદાન થશે.

ઉલ્લેખનીય છે કે, પાંચમા તબક્કામાં NDAની સૌથી વધારે નજર છે કારણ કે, 2014 ચૂંટણીમાં 40 સીટો પર જીત મેળવી હતી. અને બે સીટો કોંગ્રેસને મળી હતી, જ્યારે કોંગ્રેસે રાયબરેલી અને અમેઠીમાં જ જીત મેળવી હતી.

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની વચ્ચે ટક્કર થશે. ઉલ્લેખનીય છે કે, 2014માં રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાનીનો પરાજય થયો હતો. રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. UPA અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રાજનાથ સિંહની અને સમાજવાદી પાર્ટીના પૂનમ સિંહાની વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.

Last Updated : May 6, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details