ગુજરાતની 26 બેઠકો માટે સમગ્ર ગુજરાતમાં અનેક સ્ટાર પ્રચારકો પ્રચાર માટે આવી ગયા હતા. ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓમાંથી નેતાઓ અને અભિનેતાઓ આવ્યા હતા.
ભાજપમાંથી જોઈએ તો વડાપ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, વિજય રુપાણી, યોગી આદિત્યનાથ, સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની જેવા નેતાઓ આવી ગયા હતા. તો આ બાજું કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, નવજોત સિદ્ધુ, કપિલ સિબ્બલ, શત્રુઘ્ન સિંહા જેવા નેતાઓ આવ્યા હતા. આ સ્ટાર પ્રચારકોએ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી લક્ષી માહોલ બરાબરનો જમાવી દીધો હતો.
કર્ણાટકની 14 લોકસભા સીટ માટેનું પણ મતદાન શરૂ, 237 ઉમેદવાર મેદાનમાં
કર્ણાટકમાં જોઈએ તો 14 લોકસભા સીટ માટે 237 ઉમેદવાર મેદાનમાં છે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનમાં નેતાઓ બરાબરનો પ્રચાર કર્યો હતો. ભાજપમાંથી વડાપ્રધાન મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, યેદીયુરપ્પા સહિતના નેતાઓ પ્રચારમાં હતા.
કોંગ્રેસ-JDSના ગઠબંધન તરફથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી JDS નેતા અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી દેવગૌડા, કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ.ડી કુમારસ્વામી અને પૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ પ્રચાર કર્યો હતો. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પણ ગઠબંધન માટે પ્રચાર કર્યો હતો. ત્રીજા તબક્કામાં દિગ્ગજ ઉમેદવારોમાં ગુલબર્ગાથી મલ્લિકાર્જુન ખડગે (કોંગ્રેસ) ઉત્તર કત્રડથી કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડે (ભાજપ) અને બિજાપુરથી કેન્દ્રીય પ્રધાન રમેશ જિગજિગાની, યેદિયુરપ્પાના પુત્ર વાઈ રાઘવેંદ્ર (ભાજપ) પૂર્વ મુખ્ય પ્રધાન એસ. બંગારપ્પાના પુત્ર મધુ બંગારપ્પા (JDS) સામેલ છે.