ભાજપ ચૂંટણી ઢંઢેરામાં 5 વર્ષમાં અગામી સમયમાં કરનાર કામોનો સંકલ્પ લેશે. છેલ્લા 5 વર્ષના કામોના લેખાજોખા પણ ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવામાં આવશે. આ ચૂંટણી ઢંઢેરો ગૃહ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તૈયાર થયો છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે - congress
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી માટે ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. PM મોદી અને BJP અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના સમયે હાજર રહશે. ભાજપે ચૂંટણી ઢંઢેરાનું નામ "સંકલ્પ પત્ર" રાખ્યું છે.
સૌજન્ય/PTI
ચૂંટણી ઢંઢેરામાં આ મોટી જાહેરાતો થઈ શકે છે
- વિકાસ - વિઝન હશે વિકસિત ભારત
- રાષ્ટ્રવાદ- સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ગગનયાન અને મિશન શક્તિનો ઉલ્લેખ
- રોજગાર- મુદ્રા બેંક, ડિઝિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયાથી રોજગારીનું સર્જન
- સુરક્ષા - મુજબૂત ભારત/ પાકિસ્તાન અને ચીન નીતિ/ કાશ્મીરમાં પરીસ્થિતિમાં સુધાર, અલગાવવાદીયો પર લગામ
- ખેડુતોની આવક બમણી કરવાની દિશામાં કરવામાં આવેલ પ્રયાસ, 600 હજાર રૂપિયા ખાતામાં, PM કિસાન યોજના, PM સિંચાઈ યોજના
- યુવ - યુવાઓ માટે કરવામાં આવેલ કામો
- રામ મંદિર- ભવ્ય રામ મંદિર બનાવીશું
- કલમ 370 અને 35 Aનો ઉલ્લેખ
- ગરીબોને સક્ષમ બનાવવાની કોશિશ માટે યોજનાઓ
- મહિલાઓની સુરક્ષા, તેમનું સ્વાભિમાન અને લૈગિંક સમાનતા
- ઈમાનદાર સરકારના રૂપમાં પોતાને સામે રાખવી, ભ્રષ્ટાચાર સાથે કોઈ સંમજૂતી નથી (માલ્યા, નીરવ, વાડ્રા, કિશ્વિયન મિશેલનો ઉલ્લેખ થઈ શકે છે)
- મધ્યમ વર્ગ- ઈન્કમ ટેક્સમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ લાભ
2019 લોકસભા ચૂંટણી માટે થીમ
- કામ કરનારી સરકાર
- એક ઈમાનદાર સરકાર
- મોટા નિર્ણય લેનારી સરકાર