મતદાન દરમિયાન પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડ બ્લાસ્ટ - 2019
2019-05-06 09:15:21
પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડથી બ્લાસ્ટ
લોકસભા ચૂંટણી માટે આજે પાંચમા તબક્કાનું મતદાન છે. જેમાં 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની 14, રાજસ્થાનની 12, પશ્વિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 7 7 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જ્યારે બિહારની 5 અને ઝારખંડની 4 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં લદાખ બેઠક અને અનંતનાગ બેઠક માટે પુલવામા અને શોપિયા જિલ્લામાં મતદાન થઇ રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પોલિંગ બૂથ પર ગ્રેનેડથી બ્લાસ્ટ થયો છે. જો કે, આ સીટમાં મતદાન ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ સહિત બે બેઠકમાં મતદાન ચાલી રહ્યું છે, જ્યાં અનંતનાગ બેઠકમાં ત્રણ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે.