મહત્વનું છે કે, શુક્રવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, સુશીલ મોદી, નિત્યાનંદ રાય અને ભૂપેન્દ્ર યાદવની એક બેઠક થઈ હતી. જેમાં બિહારમાં NDAની 40 બેઠકો માટેના ઉમેદવારોની અંતિમ મહોર લાગી છે. બિહારમાં NDAની 17-17-6 બેઠકોનું ફોર્મ્યુલા છે. જે પૈકી JDU-17 અને BJP-17 , LJP-6 બેઠક પર લડશે. મહત્વનું છે કે, બિહારમાં લોકસભાની 40 બેઠકો છે.
આજે જાહેર થઈ શકે છે ભાજપની પ્રથમ યાદી, PM મોદી સહિત 100 ઉમેદવારો સામેલ
નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની આજે બેઠક છે. આ બેઠક બાદ ભાજપ આશરે 100 ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સહિત પ્રથમ તબક્કાના મતદાન માટેના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે, વડાપ્રધાન મોદીનું નામ આવનારી યાદીમાં સૌથી આગળ હશે અને આ વખતે તેઓ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત ભાજપ બિહારમાં પોતાના ઉમેદવારોને જાહેર કરી શકે છે.
નોંધનીય છે કે, 2014માં ભાજપ અને જેડીયુ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ વખતે સમીકરણ બદલાઈ ગયું છે. નીતિશના NDAમાં આવી ગયાં છે. હવે BJP-JDU એકસાથે આવી ગયાં છે. માત્ર બિહાર નહીં ભાજપ અન્ય રાજ્યોમાં પણ 100 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. કદાચ એમ કહી શકાય કે, વડાપ્રધાન મોદીની બેઠકની પણ જાહેરાત થઈ શકે છે. હાલમાં વડાપ્રધાન મોદી વારાણસી બેઠકથી સાંસદ છે. એવી અટકળો હતી કે, વડાપ્રધાન મોદી ઓડિશાની પુરી બેઠકથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, જો આજે ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ, તો રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા અને રાધામોહન સિંહની ટિકિટનું એલાન થઈ શકે છે.