ન્યૂઝડેસ્ક : સ્વંય પ્રભા ચેનલ નંબર 10 ઉચ્ચ ગુણવતાના શૈક્ષણિક વિડીયો રજુ કરે છે. જે ખાસ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયા છે. આ સાથે ચેનલ પર કોમપ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનીસ્સ સાયન્સ, ફુડ ટેકનોલોજી, ખેતીવાડી, ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી જેવા વિષયો પર વિડીયો પ્રસારિત કરવામાં આવે છે. ખાસને અંતરળાય વિસ્તારમાં રહેતા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થી માટે આ ચેનલ ખાસ ઉપયોગી બની રહે છે. જેમાં વિદ્યાર્થીઓ ટીવીના માધ્યમ દ્વારા સારી રીતે શીખી શકે અને અનુભવ લઇને જ્ઞાન વધારે શકે છે.
સ્વયં પ્રભા એક 32 ડીટીએચ ચેનલોનું ગ્રુપ છે કે જે જીસેટ-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવતાના શૈક્ષણિક વિડીયો રાઉન્ડ ધ ક્લોક પ્રસારિક કરે છે. જ્યાં દરરોજ નવા વિષય પર ચાર કલાકનો વિડીયો પ્રસારિત કરવામાં આવે છે. જે દિવસ દરમિયાન પાંચ વાર રીપીટ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થી તેની અનુકુળતાના સમયે વિષય પ્રમાણે માહિતી મેળવી શકે. આ ચેનલ્સ ગાંધીનગર સ્થિત BISAG, સાથે લીક થયેલી છે. ચેનલમાં પ્રસારિત કરવાના કન્ટેઇન્સ NPTEL, IITs, UGC, CEC, IGNOU, NCERT અને NIOS દ્વારા પુરા પાડવામાં આવે છે.
તેમણે ડીટીએચ ચેનલો નીચે દર્શાવવામાં આવેલા વિષયોને કવર કરે છે.