બિહાર
બિહારમાં 31 માર્ચ સુધી લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મુઝફ્ફરપુરના સદર સ્ટેશનમાં બધી દુકાનો બંધ છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાઇરસના કારણે રાજ્યમાં 144 કલમ લાગુ કરી છે. જેનાથી સાર્વજનિક સ્થાનો પર પાંચ કે, તેથી વધારે લોકો ભેગા ના થઇ શકે. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં પરિવહન અને પ્રાઈવેટ સેવાઓ બંધ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌથી વધારે કોરોના વાઇરસના કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રના 60થી વધુ કેસ નોંધાય છે.
હરિયાણા
હરિયાણામાં કોરોના વાઇરસને લઇને 31 માર્ચ સુધી 7 જિલ્લાઓમાં લોકડાઉન છે. કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે હરિયાણા સરકારે રવિવારે 31 માર્ચ સુધી ગુરુગ્રામ અને ફરીદાબાદ સહિત સાત જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, રાજ્યમાં ઈમરજન્સી સેવાઓ શરૂ રહેશે. હરિયાણામાં કોરોનાના 8 કેસ સામે આવ્યાં છે.
હિમાચલ પ્રદેશ
કોરના વાઇરસના કારણે કાંગડા જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ સરકારે કોરોના વાઇરસના કારણે લોકડ ડાઉનની જાહેરાત કરી છે.
ગુજરાત
આગામી 25 તારીખ સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ગાંધીનગરને લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના 23 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે એક વ્યકિતનું મોત થયું છે.
ઉત્તર પ્રદેશ
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના કારણે 23 થી 25 માર્ચ સુધી ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે.