લખનઉઃ કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશ સરકારે ત્રણ દિવસીય લૉકડાઉનની જાહેરાત કરી છે. સંપૂર્ણ પ્રદેશમાં સ્વાસ્થ્ય જાગૃતીને ધ્યાનમાં રાખીને 10 જૂલાઈને રાત્રે 10 વાગ્યાથી 13 જૂલાઈને સવારે 5 વાગ્યા સુધી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણને કારણે ઉત્તરપ્રદેશમાં 10થી 13 જૂલાઈ સુધી લૉકડાઉન
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી ઉત્તરપ્રદેશમાં 10 થી 13 જૂલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય સુવિધા અને આવશ્યક ચીજ-વસ્તુઓની સપ્લાઈ શરૂ રહેશે.
ઉત્તરપ્રદેશમાં લૉકડાઉન
લૉકડાઉન દરમિયાન પ્રદેશની તમામ ઓફિસો, શહેર અને ગામડાઓની બજાર, પાનના ગલ્લા સહિત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે. આ અંગે મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમાર તિવારીએ ગુરૂવારે તમામ સબંધિત અધિકારીઓ, જિલ્લા પ્રશાસન અને પોલીસ કમિશનરોને દિશા નિર્દેશો જાહેર કરી દિધા છે.