ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુજ્જફર નગર: બિસ્કીટમાં હતી ગરોળી, ખાતા જ માસૂમની તબિયત બગડી

મુજ્જફર નગર: ઉત્તર પ્રદેશના મુજ્જફરનગરમાં બ્રાન્ડેડ કંપનીના બિસ્કીટ ખાવાને કારણે એક માસૂમ બાળકીની તબિયત અચાનક બગડી ગઇ હતી. પરિજનોએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જો કે હાલમાં બાળકીની તબિયત સ્થિર છે.

muzaffarnagar

By

Published : Jun 30, 2019, 5:43 PM IST

આ બાબતે પરિવાર જનોનો આરોપ છે કે, બિસ્કિટમાં મૃત હાલતમાં ગરોળી મળી આવી હતી અને આ ઝેરીલું બિસ્કીટ ખાવાના કારણે બાળકીની તબિયત બગડી ગઇ હતી. બાળકીના પરિવારના લોકોએ આ બાબતે પોલીસ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી છે.

વધુ માહિતી મુજબ, બાળકીની માતાએ તેને દુધ સાથે ખાવા બિસ્કીટ આપ્યું હતું, અડધું બિસ્કીટ ખાધા બાદ બાળકીની તબિયત ખરાબ થઇ ગઇ તેની માતાએ જ્યારે આ બિસ્કીટ જોયું તો તેમા મૃત અવસ્થામાં ગરોળી હતી. આ બિસ્કીટ તેમના ઘર પાસેથી જ એક જનરલ સ્ટોરમાંથી ખરીદવામાં આવી હતી.

હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકીને ઇલાજ કરાવવા માટે હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યાં તેને પેટ દુખાવો અને ઉલટી જેવી તકલીફ થઇ રહી હતી. જો કે, હવે બાળકીની તબિયત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે ખાદ્ય વિભાગમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યોગ્ય તપાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details