ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવામાં અથડાયા અરફોર્સના 2 પ્લેન, હિસારના વિંગ કમાંડરનું મોત, જૂઓ વીડિયો - HISAR

હિસાર (હરિયાણા): યેલહાંકા એરબેઝ બેંગલુરુમાં એશિયાના સૌથી મોટા એર શો 'એરો ઇન્ડિયા 2019'ના ઉદ્ઘાટન પહેલાં મંગળવારે સવારે હવાઈ મોટી ઘટના ઘટી હતી. ઘટનામાં હિસારના PLA સેક્ટર નિવાસી વિંગ કમાંડર સાહિલ ગાંધીનું મોત નીપજ્યું હતું.

XCDG

By

Published : Feb 20, 2019, 11:31 AM IST

આ ઘટનામાં રિહર્સલ માટે ઉડેલા ભારતીય વાયુસેનાની એરોબેટિક્સ ટીમ સૂર્ય કિરણના 2 હૉક્સ વિમાન હવામાં અથડાયા હતા. ઘટના સૌથા મોટા ખતરનાક સ્ટંટ 'મિરર રન' દરમિયાન ઘટી. આ ઘટનાનો ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.

ઘટનામાં હિસારના PLA સેક્ટર નિવાસી વિંગ કમાંડરનું મોત નીપજ્યું, જ્યારે 2 પાઈલટ નિંગ કમાંડર વીટી શેલકે અને સ્ક્વાડ્રન લીડર ટીજે સિંહ વિમાનથી પેરાશુટના સહારે નીકળી ગયા હતા, પરંતુ પડવાથી ઘાયલ થવા પર તેને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનામાં એક નાગરિક ઘાયલ થયો છે.

સાહિલના પરિવારમાં પત્નિ હિમાની અને 5 વર્ષનો દિકરો રિયાન છે. સાહિલે HAUના કેંપસ સ્કૂલથી અભ્યાલ કરી NDA સુધીની સફર કરી હતી. તેમના પિતા એમ એમ ગાંધી SBI બેંક મેનેજરના પદ પરથી રિટાયર્ડ છે. મા સુદેશ ગાંધી HAUના હોમસાયન્સ ડિપાર્ટમેન્ટથી HOD રિટારર્ડ છે.

ABOUT THE AUTHOR

...view details