વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના...
14:54 October 31
વડાપ્રધાન મોદીનો 2 દિવસીય ગુજરાતનો પ્રવાસ પૂર્ણ, મોદી દિલ્હી જવા રવાના
13:53 October 31
સી પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા મોદી
નરેન્દ્ર મોદી 45 કિલોમીટરનું અંતર કાપી સી પ્લેન મારફતે કેવડિયાથી અમદાવાદ પહોંચ્યા
અમદાવાદ રિવરફ્રન્ટ પર સીએમ અને ગૃહપ્રધાને કર્યુ સ્વાગત
13:10 October 31
વડાપ્રધાનની સી પ્લેનમાં ઉડાન
કેવડિયાથી સી પ્લેનમાં બેઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સી પ્લેનમાં ઉડાન ભરી અમદાવાદ પહોંચશે નરેન્દ્ર મોદી
13:08 October 31
સી પ્લેન દરરોજ 8 ટ્રીપ કરશે
સી પ્લેનની ખાસિયતો
- કેવડિયા- અમદાવાદ વચ્ચે સી પ્લેન 8 ટ્રીપ કરશે
- હાલ દરરોજની 4 ફ્લાઈટ ભરશે ઉડાન
- સી પ્લેનમાં 19 લોકોને બેસાડવાની ક્ષમતા
- હાલ 14 લોકોને બેસાડાશે, જેમાં 5 ક્રુ મેમ્બર હશે
- હાલ ફ્લાઈટ નોન શિડયુલ ઉપાડવાનું આયોજન
- અમદાવાદથી કેવડિયા સુધીનું 220 કિલોમીટરનું અંતર 45 મિનિટમાં કરશે પૂર્ણ
- ફ્લાઈટ દરરોજ સવારે 8 વાગ્યે સાબરમતિ રિવરફ્રન્ટથી ઉપડશે
- સાંજે 6 વાગ્યા બાદ સી પ્લેન નહી ભરે ઉડાન
12:56 October 31
સી પ્લેનનું સપનું થયું સાકાર
કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી પ્લેનનો આરંભ
કેવડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી પ્લેનનો કરાવ્યો પ્રારંભ
12:08 October 31
પીએમ મોદીનુ સિવિલ સર્વિસિઝના પ્રોબેસનર્સને કર્યુ સંબોધન
વડાપ્રધાને સિવિલ સર્વિસિઝના પ્રોબેસનર્સને કર્યુ સંબોધન
- સિવિલ સેવાના અધિકારીઓને ટીમ વર્કનું સમજાવ્યું મહત્વ
- અધિકારીઓને સંબોધતા કહ્યું કે ભવિષ્યમાં તેેમના દ્વારા લેનારા નિર્ણયની અસર તેમના જિલ્લા, ગુજરાત અને ભારત પર પડશે
- એકતાની ભાવના સાથે કામ કરવાથી શ્રેષ્ઠ કામ કરી શકાશે
- કોરોનાકાળમાં સૌથી મોટી શીખ આત્મનિર્ભરતાની મળી
- નવીનતાનો ખ્યાલ સમજાવતાં કહ્યું કે મારા મતે નવીન મતલબ એનર્જેટિક હોવુ, જે જુનુ છે તેને વધારે સારુ કરવું
- સિવિલ સર્વિસના અધિકારી તરીકે દેશનું ધ્યાન રાખવાનું કામ, લોકોને પોતાનો પરિવાર સમજી કામ કરવું
11:56 October 31
પીએમ મોદીનું સિવિલ સેવાના અધિકારીને સંબોધન
રાષ્ટ્રીય એકતા પરેડમાં સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ સર્વિસિઝ પ્રોબેશનર્સને સંબોધિત કરી રહ્યાં છે
09:19 October 31
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં છે.
- સરદાર પટેલને પીએમ મોદીએ આપી શાબ્દિક શ્રદ્ધાંજલિ
- રાષ્ટીય એકતા દિવસ પરેડમાં પીએમ મોદીએ સરદાર પટેલને કર્યા નમન
- સરદાર અમર રહો નારા સાથે મોદીએ જણાવ્યું પટેલનુ યોગદાન
- સરદાર પટેલે દેશને વતર્માન રુપ આપ્યુંઃ મોદી
08:49 October 31
રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડ
કેવડિયામાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરેડમાં ભાગ લીધો.
08:34 October 31
પરેડમાં હાજર રહ્યાં વડાપ્રધાન મોદી
સરદાર પટેલની જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ પણ આ પરેડમાં હાજરી આપી છે.
08:24 October 31
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને ભાવપૂર્ણ આપી શ્રદ્ધાંજલિ
સરદાર પટેલની 145મી જન્મ જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને ભાવપૂર્ણ આપી શ્રદ્ધાંજલિ.
08:14 October 31
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર પીએમ મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી.
06:20 October 31
વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ કર્યા યોગા
કેવડિયાઃ વડપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે વડાપ્રધાન મોદીએ કેશુ બાઈ પટેલ અને કનોડિયા બંધુના નિવાસસ્થાને પહોંચી તેમને શ્રદ્ધંજલિ અર્પી હતી. આ ઉપરાંત પીએમ મોદીએ એકતા મોલ, આરોગ્ય વન અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું ઉદ્ઘાટન કર્યુ હતું.
આજે વડાપ્રધાન મોદીએ કેવડિયા સ્થિત આરોગ્ય વનમાં યોગ કર્યા છે. જે વનનું ગત રોજ એટલે કે શુક્રવારે તેમના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.