જો કે, ઝાવિમોએ કોંગ્રેસ નેતાઓને હજુ સુધી કોઈ આશ્વાસન આપ્યુ નથી, પણ તેમને કહ્યું છે કે, ચૂંટણીના અંતિમ પરિણામ આવ્યા બાદ જ પાર્ટી સાથે વાતચીત કરશે.
ઝારખંડમાં મહાગઠબંધનની સરકાર બનવાના એંધાણ, ભાજપની વિદાય
રાંચી: ઝારખંડમાં સરકાર બનાવવામાં કોંગ્રેસ કોઈ કસર છોડવા માગતું નથી. કારણ કે, હાલમાં જે રીતે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે, તે જોતા અનુમાનમાં તો હાલ ભાજપ 65+ નો જે નારો આપ્યો હતો તેમાં નાપાસ થતી દેખાઈ છે. જ્યાં કોંગ્રેસ-જામુમો-રાજદ મહાગઠબંધન ટક્કર આપતી દેખાઈ છે.
jharkhand election reslut
ચૂંટણીનું અંતિમ પરિણામ થોડી વારમાં આવી જશે. બાદમાં રાજ્યમાં ક્લિયર ચિત્ર થશે કે, રાજ્યમાં આગામી કોની સરકાર બનશે. જો કે, કોંગ્રેસ કાર્યાલય અને કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળે રહ્યો છે.