ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PDP સહિત કારગીલના 8 નેતા BJPમાં જોડાયા

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ન હટાવ્યા બાદ BJP દ્વારા જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનનો મુખ્ય હેતું લોકોને અનુચ્છેદ 370 વિશે માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમની શરૂઆતમાં જ લદ્દાખ અને કારગીલના 8 નેતાઓએ ભાજપમાં જોડાયાં છે.

PDP નેતા સહિત કારગીલના 8 નેતા BJPમાં થયાં સામેલ

By

Published : Sep 28, 2019, 11:00 AM IST

જમ્મુ-કાશ્મીર વિધાનસભા પરિષદના સભાપતિ હાજી અનાયત અલી સહિત કારગીલના અનેક પ્રમુખ નેતાઓ ભગવા રંગે રંગાયા છે. અનાયત અલી સહિત અનેક નેતા PDP (પીપુલ્સ ડેમોક્રેટીક પાર્ટી)માંથી ભાજપમાં સામેલ થયા છે.

અલી અનાયત ઉપરાંત સ્વાયત્તશાસી પર્વતીય વિકાસ પરિષદ અને કારગીલના કાર્યકારી પાર્ષદ મોહમ્મદ અલી હસન સહિત 6 લોકોએ ભાજપામાં કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ પાર્ટીમાં જોડાયા હતા. ભાજપા અધ્યક્ષનું સ્વાગત કરતાં લદ્દાખ સાંસદ જામયાંગ સેરીંગ નામગ્યાલને જણાવ્યું હતું કે, "લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે અમે ભાજપાનો આભાર માનીએ છીએ."

ભાજપાએ જણાવ્યું હતું કે, અલી અનાયત ઉપરાંત સ્વાયત્તશાસી પર્વતીય વિકાસ પરિષદ અને કારગીલના મોહસીન અલી, ઝહીર હુસેન, કાચો ગુલઝાર હુસેન, તાશી સેરીંગ અને મોહમ્મદ ઇબ્રાહીમ સહિત 8 લોકો નેતાઓ પાર્ટીમાં જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details