અગાઉ લોન્ચિંગના એક કલાક પહેલા તેમાં તકનિકી ખામી હોવાની જાણકારી મળ્યા બાદ તેને રોકી દેવામાં આવ્યું હતું. હવે 22 જૂલાઈના રોજ એટલે કે આજે બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. ISROએ જણાવ્યું કે, તકનિકી ખામીને ઠીક કરી લીધી છે.
- ચંદ્રયાન-2નું કાઉંટડાઉન રવિવારે સાંજે 6.43 કલાકથી શરૂ થઇ ગઇ છે
- 22 જૂલાઈના બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરાશે.
- શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી તેને છોડવામાં આવશે.
- આ રોકેટની લંબાઇ 44 મીટર લાંબુ અને વજન 640 ટન છે.
ચંદ્રયાન-2 ભારતનું બીજુ સૌથી મહત્વાકાંક્ષી ચંદ્રમિશન છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંન્ટરથી લોંન્ચ કરવામાં આવશે. GSLVને બાહુબલીના નામે ઓળખવામાં આવે છે. આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજનનું છે. જેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખ્યુ છે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ચાંદ દક્ષિણ ધ્રુવ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. રોકેટમાં એક ટેકનિકલ પરેશાનીને કારણે 15 જુલાઈના રોજ સવારે લોન્ચિંગ કરવાથી અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે લિક્વિડ પ્રોપેલેંટને રોકેટના સ્વેદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જીનમાં લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પરેશાની આવી હતી.