મુંબઈ: દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય સરકારની કોરોના વાઈરસના સંકટમાં સારૂં કામ કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે લોકોને ઘરે રહેવા વિનંતી કરી. તેમના ટ્વિટર હેન્ડલ પર મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યપ્રધાન ઠાકરે દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી છે.
લતા મંગેશકરે કોવિડ-19 સામે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહારાષ્ટ્ર CMના વખાણ કર્યા - મહારાષ્ટ્ર સરકાર
બોલિવૂડની મહાન ગાયિકા લતા મંગેશકરે કોવિડ-19ની મહામારી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર અને ઉદ્ધવ ઠાકરે દ્વારા કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પર લતા મંગેશકરે આ અંગે પોસ્ટ શેર કરી હતી.
લતા મંગેશકર
લતા મંગેશકરે ટ્વિટર પર લખ્યું કે, નમસ્તે, આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન માનનીય ઉદ્ધવ ઠાકરેએ આજના મહારાષ્ટ્રની પરિસ્થિતિ વિશે અને આપણી સરકાર જે પગલા લઈ રહી છે તે ખરેખર પ્રશંસનીય છે. આપણા મુખ્યપ્રધાન તરીકે બધા ધર્મોના લોકો એક થયા છે. તેમને સહકાર આપવો જોઈએ. ઘરે રહો, સુરક્ષિત રહો.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યમાં કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.