ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ મંદિર ટ્રસ્ટે મંદિરના લેન્ડ લેવલિંગનું કામ શરુ કર્યું... - Land leveling work of the temple started by Ram Mandir Trust

રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરી છે. ટ્રસ્ટ દ્વારા રામલલાના મંદિરનો પાયો નાખવામાં આવે તે પહેલાં લેન્ડ લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રાચીન શિવલિંગ સાથેની ઘણી દુર્લભ મૂર્તિઓ માટી દૂર કરવાની કામગીરી દરમિયાન મળી આવી છે.

land-leveling-work-of-the-temple-started-by-ram-mandir-trust
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના લેન્ડ લેવલિંગનું કામ શરુ

By

Published : May 20, 2020, 10:45 PM IST

ઉત્તર પ્રદેશઃ રામ જન્મભૂમિ ટ્રસ્ટે મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરી છે. ટ્રસ્ટ દ્વારા રામલલાના મંદિરનો પાયો નાખવામાં આવે તે પહેલાં લેન્ડ લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રાચીન શિવલિંગ સાથેની ઘણી દુર્લભ મૂર્તિઓ માટી દૂર કરવાની કામગીરી દરમિયાન મળી આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. ટ્રસ્ટ દ્વારા પાયો નાખતા પહેલા રામલલા મંદિરના નિર્માણની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રામ જન્મભૂમિ પરિસરમાં લેવલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં ત્રણ જેસીબી ક્રેન, બે ટ્રેક્ટર અને 10 મજૂર લગાવવામાં આવ્યા છે.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું છે કે, રામ જન્મભૂમિ સંકુલમાં લેવલિંગનું કામ 11 મે થી ચાલી રહ્યું છે. જ્યાં હાઇકોર્ટના આદેશ પર એસઆઈની ખોદકામ કરવામાં આવતા મોટી સંખ્યામાં પુરાતત્ત્વીય અવશેષો મળી આવ્યાં છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details