લાલુ યાદવ હાલમાં ઘાસ ચારાનો ગોટાળો કરવાના કેસમાં સજાકાપી રહ્યા છે. હાલમાં ઝારખંડની રાજધાની રાંચીના રાજેન્દ્ર આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં તેઓ પોતાની બિમારીની સારવાર લઇ રહ્યા છે. જો કે, લોકસભા ચૂંટણી પરિણામની અસર નેતાઓ અને કાર્યકર્તાઓ પર ભારી પડતી નજર આવી રહી છે . RJDના પ્રદેશ મુખ્યાલય પર આજે લાલુના જન્મ દિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
લાલુ પ્રસાદનો આજે 72મો જન્મદિવસ, પાર્ટી કાર્યાલયમાં કેક કપાઈ
ન્યૂઝ ડેસ્ક: રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના 72માં જન્મદિવસ નિમિત્તે 72 પાઉંડની કેક કાપવામાં આવી છે. તેમના પુત્ર તેજપ્રતાપ યાદવને નિમંત્રણ આપવા છતા તેઓ ગેરહાજર રહ્યા હતા, માટે આખરે પાર્ટી કાર્યકર્તાઓએ કેક કાપી ઉજવણી કરી હતી.
કોને મળ્યું હતું નિમંત્રણ
ઉજવણી સમારોહમાં સામેલ થવા માટે RJD વિધાનમંડળ દળના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી તથા મોટા પુત્ર તેજપ્રતાપ યાદવને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેજપ્રતાપ યાદવ અંગત કારણો સર આ સમારોહમાં પહોંચી શક્યા નહી.
ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવનો જન્મ દિવસ હોવા છતા RJD કાર્યકર્તાઓમાં પહેલા જેવી રોનક અને ઉત્સાહ જોવા નથી નળી રહ્યો. RJDના પ્રદેશ કાર્યાલય બહાર યાદવને શુભકામના આપવા પણ ગણતરીની સંખ્યામાં લોકો આવ્યા છે. કાર્યકર્તાઓની હતાશા સંકેત આપી રહી છે કે અત્યાર સુધી લોકસભાના પરિણામોની અસર માંથી પાર્ટી બહાર આવી શકી નથી.