આ ઘટના અંગે પોલીસ અધિકારી જસમીત સિંહે જણાવ્યુ હતું કે, મિતાલીને હાથમા ગોળી વાગી છે અને તે હાલ ભયથી બહાર છે. પ્રથમ દ્રષ્ટીએ આ કેસ કૌટુંબિક વિવાદ હોવાનું જણાય છે. "તેમના દ્વારા કહેવામા આવ્યુ કે હુમલાખોરોને પકડવાના પ્રયાસો ચાલુ છે.
દિલ્હીમાં મહિલા પત્રકારને અસામજીક ત્તત્વોએ ખુલ્લેઆમ ગોળી મારી દીધી
નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના વસુંધરા એનક્લેવમાં અજાણ્યા લોકોના એક જૂથે રવિવારના રોજ એક મહિલા પત્રકારને ગોળી મારી ઘાયલ કરી દીધી હતી જયારે અન્ય કારમાં હુમલાખોરોએ તેમને રોકી જાનથી મારી નાખવા માટે બે ગોળીઓ ચલાવી હતી.
delhi
હુમલાખોરોએ ભાગવા માટે મિતાલીની ગાડીના કાચ પર ઈંડા પણ ફેંક્યા હતા, જેથી મિતાલી હુમલાખોરોની ગાડીનો નંબર જોઈ ન શકે. અધિકારીએ વધારામાં જણાવ્યુ હતુ કે મિતાલી એ પોલીસને બોલાવી હતી અને તેમને ધર્મશિલા હોસ્પીટલમાં દાખલ કરાવી હતી. અને તેમની સ્થિતી સારી છે. આ મહિલા પત્રકાર એક ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરે છે.