તો બીજી તરફ રવિવારે અખિલેશ યાદવના નામ પર સસ્પેન્સ ખતમ થઇ ગયો છે. સમાજવાદી પાર્ટી ઉમેદવારોની લીસ્ટ જાહેર કરી છે. જેમાં અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. રવિવારે જાહેર થયેલા લીસ્ટમાં બીજુ નામ સપાના ટોંચના અને સિનિયર નેતા આજમ ખાનનું નામ છે. પક્ષે તેને રામપુરથી ઉમેદવાર બનાવ્યા છે.
અખિલેશ આઝમગઢમાંથી લડશે ચૂંટણી, તો સ્ટાર પ્રચારકમાંથી મુલાયમનું નામ ગુમ
લખનઉ: લોકસભા ચૂંટણીને લઇને UPમાં સપા-બસપાના ગઠબંધન થયા પછી લોકોની નજર માયાવતી અને અખિલેશ યાદવ પર હતી કે તેઓ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે,પરંતુ માયાવતીએ કેટલાક દિવસો પહેલા જાહેરાત કરી હતી કે આ વખતે લોકસભા ચૂંટણી લડશે નહીં.
ફાઇલ ફોટો
આ ઉપરાંત સમાજવાદી પાર્ટીએ તેના 40સ્ટાર પ્રચારકોનું લીસ્ટ પણ જાહેર કર્યું છે. જેમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, જયા બચ્ચનના નામનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે મુલાયમ સિંહનું નામ સ્ટાર પ્રચારકોમાંથી ગુમછે.
Last Updated : Mar 24, 2019, 12:16 PM IST