ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસી નેતા ખડગેને કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવો તો ખુશી થશે: ભાજપ સાંસદ - lok sabha

બેંગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ દ્વારા બળવાખોર ધારાસભ્યને સમજાવવા ગઠબંધનના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના એક સાંસદે CM પદને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેઓેએ કહ્યું કે, જો હરીફ વિરોધી મલ્લિકાઅર્જુન ખડગેને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો મને વધારે ખુશી મળશે.

BJP સાંસદે કહ્યું, કોંગી નેતા ખડગેને CM બનાવવાથી વધુ ખુશી મળશે

By

Published : Jul 14, 2019, 10:47 AM IST

ભાજપા સાંસદ ઉમેશ જાધવે જણાવ્યું કે, " હું તેનું સ્વાગત કરીશ. જો એક દલિત વ્યક્તિને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તેમાં તો મને સૌથી વધારે ખુશી મળશે.

જાધવે જ લોકસભા ચૂંટણીમાં ખડગેને ગુલબર્ગા બેઠક પરથી હરાવ્યાં હતાં.

તેનું નિવેદન સતાધારી ગઠબંધનના 16 નારાજ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં થયેલા રાજકીય ખળભળાટ વચ્ચે જ આવ્યું હતું. એવી અટકળો વહેતી થઇ છે કે બાગી ધારાસભ્યોમાં આ સંકટને ઉકેલવા માટે એચ.ડી. કુમારસ્વામી સિવાય કોઈ બીજાને મુખ્યપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી.

કોંગ્રેસના દલિત નેતાઓનો એક વર્ગ એ વાત પર તાકાત અજમાવી રહ્યો છે કે, તેમના માંથી કોઈ એક મુખ્યપ્રધાન બને.

જાધવ પહેલાથી જ કોંગ્રસેમાં હતા અને પછી તે પાછળથી ભાજપામાં સામેલ થયા હતાં.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details