ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ: મહામારી રોગ સુધારો અંગેનો વટહુકમ લાગુ, એક વર્ષ માટે માસ્ક ફરજીયાત - મહામારી રોગ

કેરળ સરકારે મહામારી રોગ (સુધારા) વટહુકમનો અમલ કર્યો છે. આ વટહુકમ મુજબ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને વાહનોમાં પ્રવાસ દરમિયાન લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને મહામરી રોગ (સુધારા) વટહુકમ મુજબ શિક્ષા કરવામાં આવશે.

મહામારી રોગ
મહામારી રોગ

By

Published : Jul 5, 2020, 9:36 PM IST

તિરુવનંતપુરમ: કેરળ સરકારે રાજ્યમાં મહામારી રોગ(સુધારા) વટહુકમનો અમલ કર્યો છે, જે મુજબ જાહેર સ્થળો, કાર્યસ્થળો અને વાહનોમાં પ્રવાસ દરમિયાન લોકોને ફરજીયાતપણે માસ્ક પહેરવું પડશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે અથવા નવો વટહુકમ રજૂ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ વટહુકમ મુજબ ફક્ત 10 વ્યક્તિઓને વિરોધ પ્રદર્શન, હડતાલ, સરઘસો, પરિષદો અથવા અન્ય મેળાવડાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે, અને એ માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. વધુમાં વધુ 50 લોકોને લગ્ન સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.

અંતિમ સંસ્કારમાં ફક્ત 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન માસ્ક પહેરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સામાજિક અંતરને અનુસરવું ફરજિયાત છે. જે લોકો નિયમોનું ઉલ્લંઘન કરશે તેમને મહામારી રોગ (સુધારો) વટહુકમની જોગવાઈઓ હેઠળ શિક્ષા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details