ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મેલાનિયાના સ્કૂલ કાર્યક્રમમાંથી કેજરીવાલ, સિસોદિયાનું નામ બહાર, રાજનીતિ શરૂ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઉપ-મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાનું નામ તે સ્કૂલથી હટાવી લેવામાં આવ્યું છે, જ્યાં મેલાનિયા ટ્રમ્પનો કાર્યક્રમ થવાનો છે.

ETV BHARAT
મેલાનિયાના સ્કૂલ કાર્યક્રમમાંથી કેજરીવાલ, સિસોદિયાનું નામ બહાર

By

Published : Feb 22, 2020, 2:14 PM IST

Updated : Feb 22, 2020, 3:01 PM IST

નવી દિલ્હી: મેલાનિયા ટ્રમ્પનો કાર્યક્રમ જે સ્કૂલમાં થવાનો છે, તે કાર્યક્રમમાંથી દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ અને મનીષ સિસોદિયાનું નામ હટાવી લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, દિલ્હી સરકાર હેઠળ સ્કૂલ આવવાથી બન્ને આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.

આ મુદ્દે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, નિમ્ન કક્ષાની રાજનીતિ આવા મહત્વપૂર્ણ પ્રસંગે ન થવી જોઈએ. ભારત સરકારે અમેરિકાને સલાહ નથી આપી કે, કોને આમંત્રણ આપવું અને કોને નહીં. જેથી 'તૂં તૂં મેં મેં'માં ન પડવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીના રોજ નેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સ્કૂલમાં જવાનાં છે. તે સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસ જોશે. આ સાથે જ નક્કી કરવામાં આવ્યું હતું કે, મેલાનિયાનું સ્વાગત મુખ્ય પ્રધાન કેજરીવાલ અને ઉપ-મુખ્ય પ્રધાન સિસોદિયા કરશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરી એટલે કે સોમવારે ભારતના 2 દિવસીય પ્રવાસે આવવાના છે. પ્રવાસની શરૂઆત અમદાવાદ એરપોર્ટ પરથી થશે. અમદાવાદમાં તેમને ગાર્ડ ઑફ ઑનર પણ આપવામાં આવશે.

Last Updated : Feb 22, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details