સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે ટ્ટીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, બાંસુરી આજે તમારી છેલ્લી ઈચ્છાને પૂરી કરી દીધી છે. કુલભૂષણ જાધવના કેસની ફી એક રૂપિયો જે તમે છોડીને ગયા હતા. બાંસુરીએ હરીશ સાલ્વેને ચૂંકવી દીધી છે.
સુષ્મા સ્વરાજે એક રાત્રે હરીશ સાલ્વેને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ કાલે સવારે મળીને તેમને ફી આપવા માગે છે.
મીડિયા સાથે વાત કરતા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, મારી રાત્રે 8:50એ તેમની સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું કે, મારે તેમના ઘરે આવવું પડશે. જે કેસ હરીશ સાલ્વે જીત્યો તેની ફી આપવા માગું છું. હરીશ સાલ્વેએ કહ્યુ કે, આ કિંમતી ફી લેવા માગું છું. મને કહ્યું કે, કાલે 6 વાગ્યે આવજો. કેટલાક કલાક બાદ સુષ્મા સ્વરાજનું અવસાન થતા તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ હતી, તેમની પુત્રીએ આ ઇચ્છાને પૂરી કરી છે.
નોંધનીય છે કે, હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવનો કેસ લડવા માટે ફક્ત એક રૂપિયાની ફી લેવાની વાત કરી હતી. તેમણે કેસ લડ્યો અને સફળતા મળી. આ વાત સુષ્મા સ્વરાજ ઘણા જ ખુશ હતા.
ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ તે સમયે ભારતના વિદેશપ્રધાન હતા, જ્યારે હરીશ સાલ્વેએ એક રૂપિયાની ફીમાં કુલભૂષણ જાધવ મામલામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ફી લાંબા સમય સુધી સાલ્વેને ના મળી અને ચૂંટણી આવી. મોદી સરકારની વાપસી થઈ, પરંતુ શારીરિક સમસ્યાઓના કારમે સુષ્મા સ્વરાજ પ્રધાનમંડળમાં શામેલ ન હતા થયા.