ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર ડેલિગેશનને અમિત શાહે આપ્યું આશ્વાસન, થોડા દિવસમાં જ સામાન્ય થશે સ્થિતી - ગૃહપ્રધાન

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘાટીમાં પરિસ્થિતી હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. આજે ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરી ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. જ્યાં ગૃહપ્રધાને આશ્વાસન આપ્યું હતું કે, 10થી 15 દિવસમાં ઈન્ટરનેટ મોબાઈલ સેવાના પ્રતિબંધમાં ઢીલાશ આવી જશે.

ani

By

Published : Sep 3, 2019, 5:15 PM IST

ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારના રોજ કાશ્મીરમાંથી આવેલા 22 ગામના પંચ અને સરપંચ સાથે મુલાકાત કરી હતી. આ તમામને અમિત શાહે આશ્વાસન આપ્યું છે કે, 370 હટાવ્યા બાદ આ વિસ્તારમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.

ani twitter

આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ કાશ્મીરી ડેલિગેશન સાથે આ પ્રથમ મુલાકાત છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, શાહ સાથે મુલાકાત કરવામાં અહીં જમ્મુ, કાશ્મીર, પુલવામા તથા લદ્દાખના લોકો હતા.

ani twitter

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ 370 હટાવ્યા બાદ ત્યાં અનેક મુસિબતો આવી રહી હતી, પણ હવે ધીમે ધીમે પરિસ્થતિ કાબૂમાં આવી રહી છે. ત્યાર બાદ આજે ગૃહપ્રધાને પણ આશ્વાસન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details