આંતકીઓને મદદ કરતાં હોવાની આશંકા હેઠળ જમ્મુ-પઠાણકોટ રાજમાર્ગ પર ગુરુવારના રોજ એક ટ્રકમાં સફર કરતાં 3 કાશ્મીરીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, પકડાયેલાં વ્યક્તિઓની પૂછપરછ બાદ તેમના સહયોગીઓને પકડવા માટે જમ્મુ-કાશ્મીર અને પાસેના પંજાબના વિવિધ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
આતંકી હુમલાની આશંકા હેઠળ 3ની ધરપકડ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં લશ્કરનો છાપો
શ્રીનગરઃ ખાનગી એજન્સીઓ દ્વારા આતંકી હુમલાની ચેતવણી બાદ ગુરુવારના રોજ શંકાસ્પદ લોકોની ધરપકડ કરાઈ છે. તેમની પૂછપરછ કર્યા બાદ છાપો મારીને વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આતંકી હુમલાની આશંકા હેઠળ 3ની ધરપકડ, JK અને પંજાબમાં સઘન તપાસ
ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ ખાનગી એજન્સીઓએ જમ્મુકાશ્મીરમાં અને તેની આજુબાજુના વાયુસેનાના સ્થળોએ આતંકી હુમલાની ચેતવણી અપાઈ હતી. ત્યારબાદ ઓરન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.