નવી દિલ્હી : એર્દોગાને કહ્યું કે કાશ્મીરમાં અત્યાચાર થઈ રહ્યાં છે અને તેઓ શાંત નહીં રહે. તેમણે ઉમેર્યુ કે કાશ્મીર પાકિસ્તાન માટે મહત્વનું છે, તેટલું જ તુર્કી માટે પણ મહત્વનું છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને બિનશરતી ટેકો આપવાનું વચન પણ આપ્યું.
તુર્કી રાષ્ટ્રપતિનો 'પાકિસ્તાની રાગ', કાશ્મીર પર પાકિસ્તાનને સમર્થન
તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોગાને કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું છે. પાકિસ્તાની સંસદને સંબોધિત કરતા તેમણે જે વાત રજૂ કરી તેનાથી ભારત સાથેના સંબંધો પર પણ અસર પડી શકે છે.
એર્દોગાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પણ સવાલો ઉભા કર્યા. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં અમેરિકાની આક્રમણની દાનત છે. તેમણે કહ્યું કે જ્યાં પણ મુસલમાનો મરી રહ્યાં છે ત્યાં મુસ્લિમ દેશોએ એકજૂઠ થવાની જરૂર છે.
તેમણે પાકિસ્તાનને આતંકવાદથી પીડિત હોવાનું પણ ઉમેર્યુ હતુ. ઈમરાન ખાન અને બાકી સાંસદોની તાળીઓ વચ્ચે એર્દોગાને કહ્યું કે તેઓ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પણ પાકિસ્તાન માટે બિનશરતી સમર્થન કરશે. એર્દોગાને પાકિસ્તાનને પોતાનું બીજુ ઘર ગણાવ્યું હતુ.