આ અગાઉ વિધાનસભાના સ્પિકરના કહેવા પ્રમાણે ફ્લોર ટેસ્ટ માટે ગુરુવારે 18 જૂલાઈના રોજ દિવસ નક્કી કર્યો હતો પણ પ્રથમ દિવસે ફ્લોર ટેસ્ટ થઈ શક્યો ન્હોતો. જેથી રાજ્યપાલે શુક્રવારના રોજ બપોરે 1.30 કલાક સુધીમાં બહુમત સાબિત કરવા જણાવ્યું હતું. જો કે, બીજા દિવસે બપોરે પણ સરકાર બહુમત સાબિત કરી શકી નહોતી. ત્યાર બાદ અંતે આખી રામાયણને થાળે પાડવા માટે થઈને ફરી વાર રાજ્યપાલે એક વાર શુક્રવારનો સમય આપ્યો હતો, જેમાં તેમણે સરકારને સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનું જણાવ્યું હતું. જો કે, આ તમામની વચ્ચે મહત્ત્વનો રોલ નિભાવતા સ્પિકરે આ વાર્તાને હવે સોમવાર સુધી ઠેલવી દીધી છે.
કર્ણાટકમાં સ્પિકર બન્યા સરકારની ઢાલ, ફ્લોર ટેસ્ટ હવે સોમવારે થશે - flooretest
ન્યૂઝ ડેસ્ક: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારાસ્વામી સરકારને પત્ર લખી આજે એટલે કે શુક્રવારના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા જણાવ્યું હતું. ત્યારે આ આખી વાતને મુખ્યપ્રધાન કુમારાસ્વામીએ સ્પિકર પર ઢોળી દીધી હતી અને તેમને આ બાબતે સંજ્ઞાન લેવા જણાવ્યું હતું. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પહેલીથી લઈ અત્યાર સુધીમાં સરકારની ઢાલ બનીને ઉભા રહેલા સ્પિકરે રાજ્યપાલને પણ ધ્યાનમાં લેતા હવે સમગ્ર મામલો સોમવાર સુધી મુલતવી રાખી દીધો છે. આ કારણે હવે કુમારાસ્વામીને છેક સોમવારે ફ્લોર ટેસ્ટ કરવાનો રહેશે, જેને લઈ તેમની પાસે હવે સરકાર બચાવવા માટે પુરતો સમય પણ મળી ગયો છે, જો કે, સાચી અગ્નિપરીક્ષા તો સોમવારના રોજ થવાની છે, ત્યાં સુધીમાં તો કર્ણાટકના રાજકારણમાં ઘણુ બધું રંધાઈ જશે.
file
જેથી હવે રાજ્યાપાલે આપેલા આદેશનું પણ ઉલ્લંઘન કરી તેમણે આપેલો સમય પણ પુરો થઈ ગયો છે, તેથી કોંગ્રેસે સોમવારે હવે ફ્લોર ટેસ્ટ કરવાની જીદ પકડી છે તો બીજી બાજુ ભાજપે આજે જ ફ્લોર ટેસ્ટ કરાવાની વાત પર અડગ રહ્યા હતાં, જો કે, તેમની વાતને સ્પિકરે કાને ધરી નથી અને એક વાર ફરી સરકારને સાથ આપી સોમવારે આખી વાત હવે વિધાનસભા રજૂ થશે. ત્યાં સુધીમાં કર્ણાટકમાં અનેક રાજકીય દાવપેચ ખેલાશે એતો સોમવારે જ ખબર પડશે.