આ ધારાસભ્યોએ કહ્યું હતું કે, લોકપ્રતિનિધિ તરીકે પોતાની જવાબદારીથી રાજીનામું આપવું તે તેઓનો મૌલિક અધિકાર છે.
અરજીમાં ધારાસભ્યોએ કહ્યું કે, "કોઈ ચૂંટાયેલ ધારાસભ્ય પોતાના અંતઃકરણ કે અન્ય કારણોસર વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું આપવા માટે અધિકાર ધરાવે છે." તેમજ વિધાનસભા સ્પીકર દ્વારા રાજીનામા ન સ્વીકાર કરવાની બાબતને મૌલિક અધિકારોનું હનન ગણાવ્યું છે.
કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા રાજીનામા ન સ્વીકારવાની પરિસ્થિતિમાં તેમને ધારાસભ્ય પદેથી અયોગ્ય ઠેરવાય તેવી પણ આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેમને સરકારને સમર્થન કરવા અથવા પદભ્રષ્ટ કરવા માટે ધમકી અપાઈ રહી છે.
કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા આ અગાઉ અન્ય 10 બળવાખોર ધારાસભ્યોએ 10 જુલાઈએ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરી રાજીનામા ઝડપથી સ્વીકારવાની માંગણી કરી હતી.
કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ન્યાયાલયે પણ સ્પીકરને તાત્કાલિક નિર્ણય લેવા આદેશ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે રાજીનામા પર નિર્ણય લેવા માટે ન્યાયલય પાસે સમય માંગ્યો હતો. કારણ કે સત્તારૂઢ ગઠબંધનના પક્ષોએ બળવાખોર ધારાસભ્યોને વ્હિપ અને કથિત રીતે પક્ષ વિરોધી કાર્યવાહી કરવાને કારમે અયોગ્ય ઠેરવવાની અરજી પણ કરી હતી.