કનૈયા કુમારે બેગૂસરાયથી ભર્યુ ઉમેદવારી પત્ર, ગિરિરાજ સિંહ સામે જામશે ટક્કર - nomination file
પટના: બિહારના બેગૂસરાયમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) ઉમેદવાર કનૈયા કુમારે બેગૂસરાય લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભર્યું છે. અહીં કનૈયાની સાથે તેમના સમર્થકોની પણ ભારે ભીડ જોવા મળી હતી. કનૈયાએ નામાંકન પહેલા રાષ્ટ્ર કવિ દિનકરની પ્રતિમા પર ફુલહાર કર્યુ હતું અને ત્યારબાદ બેગૂસરાય જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ સામંતવાદ સે આઝાદી, પૂંજીવાદ સે આઝાદીના નારા લગાવ્યા હતા.
સ્પોટ ફોટો
કનૈયાએ જીરોમાઈલથી નીકળીને સુભાષ ચોક પર સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પર ફુલહાર ચડાવ્યા હતા. ત્યારબાદ તેમણે ડો. શ્રી કૃષ્ણા સિંહની પ્રતિમા, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર કર્યા હતા. ત્યારબાદ કાર્યાલય ભવન જઈને સમર્થકો સાથે નામાંકન ભર્યું હતું. કુમારનો મુકાબલો ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ અને મહાગઠબંધનના ઉમેદવાર તનવીર હસનની સામે છે.