ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સ્વતંત્ર ભારતમાં પહેલા હિન્દુ આતંકવાદી નાથુરામ ગોડસે હતાં: કમલ હાસન - Kamal Haasan

ન્યૂઝ ડેસ્ક: મક્કલ નીધિ મૈયમના સંસ્થાપક કમલ હાસને એક વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આઝાદ ભારતમાં સૌથી પહેલા હિન્દુ આતંકવાદી નાથુરામ ગોડસે હતાં.

ians

By

Published : May 13, 2019, 1:16 PM IST

Updated : May 13, 2019, 4:38 PM IST

કમલ હાસને રવિવારે રાતે એક ચૂંટણી સભાને સંબોધન કરતા આવું કહ્યું હતું. તેમણે વધુમાં અહીં કહ્યું હતું કે, તેઓ એક એવા ભારતને ઈચ્છે છે જ્યાં સમાનતા હોય.

તેમણે કહ્યું હતું કે, હું એટલા માટે નથી કહેતો કે, આ મુસલમાનોનો વિસ્તાર છે, પણ આ વાત હું ગાંધીની પ્રતિમા સામે બોલી રહ્યો છું. આઝાદ ભારતનો પહેલો આંતકવાદી હિન્દુ હતો અને તેનું નામ નાથુરામ ગોડસે હતું. ત્યાંથી તેની શરૂઆત થઈ. 1948માં થયેલી મહાત્મા ગાંધીની હત્યાનો હવાલો આપતા તેમણે કહ્યું કે, હું એ હત્યાનો જવાબ શોધવા આવ્યો છું.

Last Updated : May 13, 2019, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details