હૈદરાબાદ: એક તરફ જ્યારે વિશ્વના કેટલાક રીસર્ચ ઓર્ગેનાઇઝર કોરોના વાયરસ સામેની લડાઈમાં ફ્રન્ટ લાઇન પર લડી રહ્યા છે ત્યારે બીજી તરફ અમેરીકાની જોન્સ હોપકીંગ્સ યુનિવર્સીટીએ વર્તમાનમાં અને ભવિષ્યમાં કેવી રીતે અને શા માટે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે સમજવા માટેની નવી રીતો શોધી રહેલી સંગઠનો સાથે હાથ મીલાવ્યો છે.
આ યુનિવર્સીટીના પ્રોફેસર, ડૉ. લોરેન ગાર્ડનર કે જેમણે વિશ્વવિખ્યાત Covid-19 ટ્રેકીંગ એપ બનાવી છે તેઓ સ્ક્રીપ્સ રીસર્ચ અને UCLAના વૈજ્ઞાનિકો સાથે તેમના નવા સંશોધન બાબતે હાથ મીલાવવા જઈ રહ્યા છે. આ વૈજ્ઞાનિકો Covid-19નું ફેલાવાનુ ચોક્કસ કારણ જાણવા માટેની નવી રીતો શોધવા પર સંશોધન કરી રહ્યા છે.
એક અહેવાલ પ્રમાણે, વૈજ્ઞાનિકોની ટીમ આંતરરાષ્ટ્રીય એરલાઇન ટ્રાફિક, વિશ્વભરના હવામાનની તરાહ, નેશનલ ડેમોગ્રાફિક્સ અને સંક્રમીત દર્દીઓની જીનોમીક ઇન્ફોર્મેશનનો ઉંડાણપુર્વકનો ડેટાબેઝ વિકસાવવાનું આયોજન કરી રહ્યા છે. આ ડેટાબેઝ Covid-19ના ફેલાવા વીશે માહિતી આપવા માટે સક્ષમ હશે.
ઓનલાઇન વિઝ્યુલાઇઝેશન બનાવવાથી રાષ્ટ્રીય નેતાઓ અને લોકોને એ જણાવવામાં સરળતા રહેશે કે આ ચેપી રોગના ફેલાવામાં વિશ્વભરની જટીલ સીસ્ટમ કઈ રીતે જવાબદાર છે. આ અહેવાલ પ્રમાણે, આ ટીમના વૈજ્ઞાનિકો આશા રાખી રહ્યા છે કે આ નવી ટેક્નીકથી રાષ્ટ્રની સરકારોને Covid-19 નો વધુ મજબુતાઈથી સામનો કરવામાં મદદ મળશે અને તેઓ મહામારીથી ભવિષ્યમાં થનારા નુકસાનને ઓછુ કરી શકશે.
આ અભ્યાસ વિશે વાત કરતા લોરેન ગાર્ડનરે કહ્યુ હતુ કે, “આ પ્રોજેક્ટનો મહત્વપુર્ણ ઉદ્દેશ ચેપી રોગ કઈ રીતે ફેલાય છે અને તે લોકો પર કેવી રીતે અસર કરે છે તે વીશેની સામાન્ય સમજ ઉભી કરવાનો છે”