વિદ્યાર્થીઓને મનાવવા માટે JNU એ અલગ કમિટી બનાવી, વાતચીત કરી સમાધાન કરવા અપીલ
નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન પુરૂ થવાનું નામ નથી લઇ રહ્યુ, ત્યારે પોતાની માંગણીને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે વિદ્યાર્થીઓએ સંસદના માર્ગનો ઘેરાવ કરી રહ્યા છે. ત્યારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જેએનયુમાં શાંતિ બનાવવા માટે યૂજીસીના પૂર્વ ચેયરમેન બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી વિદ્યાર્થીઓ અને JNUના વહીવટી અધિકારી વચ્ચે વાતચીત કરી સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે.
JNU વિદ્યાર્થીઓને મનાવવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય કમેટીની રચના
જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાંસલર પણ વિદ્યાર્થીઓને શાંતિ રાખવાની અપીલ કરી ચુક્યા છે અને તેના માટે તેમને એક વીડિયો પણ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓને કહ્યુુ કે, પોતાના ક્લાસમાં પાછા ફરે, કારણ કે પરીક્ષાઓ આવનારી છે. જ્યારે JNU દ્વારા પહેલા જ જણાવી દેવામાં આવ્યું છે કે, પરીક્ષામાં નહી બેસનારા વિદ્યાર્થીઓનું નામ JNUમાંથી દૂર કરવામાં આવશે.
Last Updated : Nov 18, 2019, 3:25 PM IST