ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગંભીરV/Sઆતિશીઃ આતિશીના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણીનો પ્રચાર, ભાજપને 'ગંભીર'ની ચિંતા

નવી દિલ્હી: કોંગ્રેસ હોય, BJP હોય કે આમ આદમી પાર્ટી, સેલિબ્રિટીઝ દ્વારા દરેક પાર્ટીઓ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવવા લાભ લઈ રહી છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી અભિયાન માટે અભિનેત્રી સ્વરા ભાસ્કરને મેદાનમાં સ્થાન આપ્યું છે.

સ્પોટ ફોટો

By

Published : May 8, 2019, 12:28 PM IST

Updated : May 8, 2019, 1:32 PM IST

આ પ્રચારમાં મતદારો પાસેથી ટેકો મેળવવા માટે સ્વરાજ ભાસ્કર અને જિજ્ઞેશ મેવાણી દિલ્હીના લાજપત નગર કેન્દ્રમાં આવ્યા હતા. બંન્નેએ મતદારોને લાજપત નગર માર્કેટમાં ઝાડુનું બટન દબાવવા વિનંતી કરી હતી.

હાથ જોડીને મતની માંગ
અભિનેત્રી સ્વરા ભાસ્કર હાથ જોડી લાજપત નગર માર્કેટમાં ગઈ હતી, દુકાનદારો અને લોકોને આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી. તેમણે તમામ દુકાનદારોને આમ આદમી પાર્ટીના કાર્યોને ગણાવ્યા હતા.

તેમની અપીલમાં સ્વરા ભાસ્કરએ જાહેર જનતાને કહ્યું કે, જો તમે કોઈ પ્રમાણિક સાંસદ ઇચ્છતા હોવ તો, આમ આદમી પાર્ટીને મત આપો. આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રતીક ઝાડુનું બટન દબાવો.

આતિશીના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણીનો પ્રચાર

જિજ્ઞેશ મેવાણીની ETV BHARAT સાથે ખાસ વાતચીત

ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જિજ્ઞેશ મેવાણીએ આપને ટેકો આપવા વિશે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું કે દિલ્હીમાં AAP પક્ષે ઘણા કામો કર્યા છે. શાળા શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પર કામ કરવામાં આવ્યું છે. ત્યારથી, આમ આદમી પાર્ટી દિલ્હી પર પ્રભુત્વ ધરાવે છે.

Last Updated : May 8, 2019, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details