ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'આપ' નેતા તાહિર હુસૈન સામે દિલ્હી સરકારની કાર્યવાહી અંગે જાવેદ અખ્તરે કર્યો વ્યંગ - જાવેદ અખ્તર

દિલ્હી હિંસા મામલે આમ આદમી પાર્ટીના નગરસેવક તાહિર હુસૈનના ઘરમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. દિલ્હી પોલીસે તેના ઘર અને ફેક્ટરીને સીલ કરી દીધી છે. તાહિર સામે ગુનો પણ દાખલ કર્યો છે. આ અંગે ગીતકાર જાવેદ અખ્તરે દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવ્યો છે.

a
'આપ' નેતા તાહિર હુસૈન સામે દિલ્હી સરકારની કાર્યવાહી અંગે જાવેદ અખ્તરે કર્યો વ્યંગ

By

Published : Feb 28, 2020, 3:56 AM IST

નવી દિલ્હી: નાગરિક્તા સંશોધન કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસે હિંસા ભડકી હતી. હિંસા અંગે આમ આદમી પાર્ટીના નગરસેવક તાહિર હુસૈન સામે ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસે તેની સામે હત્યાનો પણ ગુનો દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીએ પણ તેમની હકાલપટ્ટી કરી છે.

'આપ' નેતા તાહિર હુસૈન સામે દિલ્હી સરકારની કાર્યવાહી અંગે જાવેદ અખ્તરે કર્યો વ્યંગ

આ ઘટના પછી પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યુ છે કે,' ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, ઘણા ઈજાગ્રસ્ત થયા. ઘણા બધા ઘરોને આગને હવાલે સોંપી દેવાયા. ઘણી બધી દુકાનોમાં લૂંટ ચલાવાય. ઘણા બધા લોકો બેસહારા થયા. પરંતુ પોલીસે માત્ર એક ઘરને સીલ કર્યુ છે. તેના માલિકની તપાસ કરી. સંજોગોવસાત તેનું નામ તાહિર છે'

ABOUT THE AUTHOR

...view details