જમ્મુ કાશ્મીરમાં અથડામણ, સુરક્ષા દળોએ 2 આંતકી ઠાર માર્યા - gujarat
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે સુરક્ષા દળોએ બે આંતકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ જિલ્લાના અવનીરામાં થઈ છે. મળતી વિગતો પ્રમાણે વિસ્તારમાં કેટલાક આંતકીઓ છુપાયા હોવાની માહિતી છે.
જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામણ, 2 આંતકી ઠાર
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આ વર્ષે 6 જૂન સુધી 100થી વધારે આંતકીઓને ઠાર કર્યા છે. 2019માં સુરક્ષા દળોએ હજી સુધી 106 આતંકીઓને ઠાર કર્યા છે. વર્ષ 2018માં 254 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.