જમીયત ઉલેમા એ હિંદના નેતાએ કહ્યું, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ - Kashmir integral part of India
શ્રીનગરઃ જમીયતની દિલ્હીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભારતના મુસલમાન સંગઠનના જમીયત ઉલેમા એ હિંદે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જમીયત ઉલેમા એ હિંદે કહ્યુ કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને બધા કશ્મીરીઓ અમારા ભાઈઓ છે.
કાશ્મીર
જમીયતના નેતા મહમુદ મદાનીએ કહ્યું કે, બેઠકમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને કશ્મીરીઓ અમારા ભાઈ બહેન છે. તેમજ વધુમાં તેમણે કહ્યું કે તે આતંકી પ્રવૃત્તિઓને માત્ર ભારત માટે જ નહી પણ કાશ્મીરની જનતા માટે હાનિકાર માને છે. કાશ્મીરના લોકોનું હિત ભારતના એકીકરણ સાથે છે. તેમણે ઉમેર્યું કે, આપણી રાષ્ટ્રિય ફરજ છે કે આપણે કાશ્મીરના લોકોની લોકતાંત્રિક અને માનવીય અધિકારોની રક્ષા કરવી જોઈએ.
Last Updated : Sep 12, 2019, 11:03 PM IST