ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશ પ્રધાન બન્યા બાદ એસ જયશંકરની પ્રથમ વિદેશ યાત્રા - bhutan

ન્યુઝ ડેસ્કઃ વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારએ જણાવ્યું કે આજે એસ.જયશંકર વિદેશ પ્રધાન તરીકે પ્રથમ વખત ભુતાન જશે. આ દરમિયાન બંન્ને દેશોનો દ્વિપક્ષી સંબંધોને વધુ મજબુત કરવાનો ઉદેશ્ય રહશે.

વિદેશ મંત્રી બન્યા બાદ એસ જયશંકરની પ્રથમ વિદેશ યાત્રા.

By

Published : Jun 7, 2019, 10:03 AM IST

માનવામાં આવે છે કે, એસ જયશંકર પી.એમ મોદીના રાહ પર ચાલશે. આ યાત્રા દરમિયાન તેઓ ભુતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યલ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે,આ દરમિયાન ભુતાનના પી.એમ ડૉ. લોટેય શેરિંગ પણ ત્યાં હાજર રહેશે.

આ સાથે જ જયશંકર પોતાની સમકક્ષ ડૉ.ટાંડી દોરજી સાથે પણ મુલાકાત કરશે. વિદેશ પ્રધાન આ યાત્રા દરમિયાન બંન્ને દેશોનો પોતાના દ્વિપક્ષી સંબંધો, ઉચ્ચ સ્તરના આદાન-પ્રદાન, આર્થિક વિકાસ અને પાણી-વિદ્યુત સહકાર પર ચર્ચા કરશે. મહત્વનું છે કે ,2014 માં સત્તામાં આવ્યા પછી મોદીએ પોતાની સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીની હેઠળ ભુતાનને પોતાની પ્રથમ વિદેશ યાત્રા તરીકે પસંદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details