નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે આફ્રિકી દેશો- બુર્કિના ફાસો, કોમોરોસ, યુગાંડા અને માલીના પોતાના સમકક્ષો સાથે વાત કરી હતી અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહયોગ અને ભાગીદારી વિકસાવવાને લઇને ચર્ચા કરી હતી.
જે બાદ જયશંકરે ટ્વીટ કરીને આફ્રિકા કેન્દ્રિત કાર્ય દિવસ બુર્કિના ફાસો, કોમોરોસ, યુગાંડા અને માલીના વિદેશ પ્રધાનો સાથે પણ સાર્થક વાત કરી હતી. આ સમકાલીન ચેતવણીઓની વચ્ચે ઐતિહાસિક એકજૂથતાનું પ્રદર્શન થયું હતું.
માલીના વિદેશ પ્રધાન તિયેલિબ્રી દ્રામે જયશંકરને સ્વાસ્થય સુરક્ષા અને સૌર ઉર્જા પર વાત કરી હતી. યૂગાંડાના વિદેશ પ્રધાન સૈમ કુતેસાએ જયશંકર સાથે વાતચીત દરમિયાન પુષ્ટિ કરી કે, કોરોના વાઇરસ સામે લડવા માટે ચિકિત્સા અને સ્વાસ્થય ઉપકરણોથી ભરેલું જહાજ પહોંચી રહ્યું છે.
આ ઉપરાંત વિદેશ પ્રધાને કોમોરોસના પોતાના સમકક્ષ મોહમ્મદ અલ અમીન સાઉફ અને બુર્કિના ફાસોના સમકક્ષ અલ્ફા બેરી સાથે પણ વાત કરી હતી. બેરી પોતે કોવિડ 19થી સંક્રમિત થયા છે.