ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રમાં YSRCPની બહુમત, 30 મે ના રોજ જગન લેશે CM પદના શપથ - tdp

ન્યુઝ ડેસ્ક: આંધ્ર પ્રદેશમાં YS જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં YSR કોંગ્રેસ પાર્ટીની ઐતિહાસિક જીત પછી રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહી છે. YSR કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભાની કુલ 175 બેઠકમાંથી 150 બેઠક પર જીત મેળવી છે. પક્ષ પ્રમુખ YS જગન મોહન રેડ્ડીની આ જીતને રાજ્યના લોકોની જીત ગણાવી હતી.

30 મે ના રોજ જગન મોહન રેડ્ડી લેશે CM પદના શપથ

By

Published : May 24, 2019, 11:53 AM IST

ચંદ્રબાબુને છોડીને TDPના બધા જ નેતા હારી ગયા. રાજયમાંથી મંગલગિરી વિધાનસભા બેઠક પરથી ચંદ્રબાબુ નાયડૂના પુત્ર નારા લોકેસ પણ YSR કોંગ્રેસ પાર્ટીના આલ્લા રામકૃષ્ણા રેડ્ડી સામે હારી ગયા હતા. એટલુ જ નહીં પરંતુ ચંદ્રબાબુ કેબિનેટના અધિકાંશ પ્રધાનને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યની 25 લોકસભા બેઠકમાંથી 22 બેઠક પર YSRCPએ જીત મેળવી હતી. YS જગન 30 મે ના રોજ મખ્યપ્રધાન પદના શપશ લેશે.

જગનમોહન રેડ્ડી 14 મહીના સુધી 3500 કિલો મીટરથી પણ વધારે ચાલેલી તેની પ્રજા સંકલ્પ યાત્રા સમયે એક કરોડથી પણ વધુ લોકોને મળ્યા હતા. તેને જે મુશ્કેલી સહન કરી છે, તેટલી દેશના કોઇ પણ રાજનેતાએ સહન કરી નહીં હોય.

પશ્ચિમી ગોદાવરી જિલ્લાના ભીમાવરમમાં જન સેના પ્રમુખ પવન કલ્યાણ હારી ગયા હતા. YSR કોંગ્રેસ પાર્ટીના ઊમેદવાર ગ્રંધી શ્રીનિવાસે તેને 3938 વોટથી હરાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details